Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરઅવસર છે લોકશાહીનો

અવસર છે લોકશાહીનો

મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશિષ્ટ મતદાન મથકોનું નિર્માણ

- Advertisement -

પાંચ મતક્ષેત્રમાં ૩૫ સખી બુથ, દિવ્યાંગો સંચાલિત પાંચ મતદાન બુથ, પાંચ ઇકો ફ્રેન્ડલી બુથ, પાંચ મોડેલ બુથની રચના સાથે જામનગરમાં એક યુવા પોલીંગ સ્ટેશન પણ કાર્યરત કરાશે

- Advertisement -

જામનગર જિલ્લામાં વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીને લઇને ચૂંટણી પંચ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી  ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગો, મહિલાઓ સહિત તમામ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સાથે તેઓને મતદાન કરવામાં સુગમતા રહે તે માટે વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ૫ મતક્ષેત્રમાં ૩૫ સખી બુથ, મતક્ષેત્ર દિઠ એક-એક એમ ૫ દિવ્યાંગો સંચાલિત મતદાન બુથ, ૫ ઇકો ફ્રેન્ડલી બુથ તથા ૫ મોડલ બુથ અને એક યુવા પોલીંગ સ્ટેશનની રચના કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા સખી મતદાન મથકોની રચના કરવામાં આવશે. દરેક વિધાનસભા મતવિભાગ વાર સાત એમ કુલ ૩૫ સખી મતદાન મથકો બનશે. તેમજ દરેક મતક્ષેત્ર દીઠ પાંચ મતદાન મથકો દિવ્યાંગો સંચાલિત હશે. તેમજ પાંચ મોડેલ પોલીંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે જેમાં ૭૬ કાલાવડ મત વિસ્તારમાં ૧૦૨-ધ્રોલ-૪, જામનગર ગ્રામ્યમાં ૯૩-ગોરધનપર, જામનગર ઉત્તર મત વિસ્તારમાં ૬૨-જામનગર(શ્રી એ.કે. દોશી મહિલા કોલેજ, જામનગર દક્ષિણ મત વિસ્તારમાં ૦૮-જામનગર(એસ.બી. શર્મા સ્કૂલ) જામજોધપુર મત વિસ્તારમાં ૨૦૭-જામજોધપુર-૦૮નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે મોડેલ બૂથમાં મતદારોને આકર્ષવા માટે મથકોનું વિશેષ સુશોભન કરાશે.

- Advertisement -

આ સિવાય જિલ્લામાં પાંચ ઇકોફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન ઉભા કરાશે. જેમાં ઉપયોગમાં લેવામાં આવનાર સામગ્રીમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકથી બનેલા મટીરીયલ્સનો ઉપયોગ ટાળવામાં આવશે. જામનગરમાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથકોમાં કાલાવડ મત વિસ્તારમાં ૧૧૧-સોયલ-૦૧, જામનગર ગ્રામ્ય મત વિસ્તારમાં ૨૬૨-કોંજા, જામનગર ઉતર મત વિસ્તારમાં ૪૬-હાથીબંધ પ્રા.શાળા-વાડી વિસ્તાર જામનગર,  જામનગર દક્ષિણ મત વિસ્તારમાં ૨૬-આહિર સમાજ વાડી, ઓશવાળ કોલોની જામનગર, જામજોધપુર મત વિસ્તારમાં ૭૯-લાલપુર-૦૬ રૂપાવટી પ્રા.શાળા લાલપુરનો સમાવેશ થાય છે.

દિવ્યાંગ પોલીંગ સ્ટેશનની વાત કરીએ તો, કાલાવડ મત વિસ્તારમાં ૮૨-માવાપર પ્રા.શાળા, જામનગર ગ્રામ્ય મત વિસ્તારમાં ૨૫૭-બાવરીયા ગ્રામ પંચાયત ભવન,  જામનગર ઉતર મત વિસ્તારમાં ૧૭૫-અંધજન તાલિમ કેન્દ્ર-૮૧, જામનગર દક્ષિણ મત વિસ્તારમાં ૨૨-જકૂરબેન સોની કન્યા વિદ્યાલય, જામજોધપુર મત વિસ્તારમાં ૭૪-લાલપુર-૦૧ તાલુકા શાળા ભવનનો સમાવેશ થાય છે. વધુમાં ૭૮- જામનગર ઉતર ખાતે યુવા પોલીંગ સ્ટેશનનું નિર્માણ કરાશે. જેનું સમગ્ર સંચાલન ૨૫ થી ૩૦ વર્ષના યુવા સ્ટાફ દ્વારા કરવામા આવશે. જે ૭૮-જામનગર(ઉતર) મત વિસ્તારમાં ઉભું કરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular