જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં બાઈક પર જતાં શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.25,415 ની કિંમતના 221 નંગ દારૂના ચપલા મળી આવતા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જામનગરના સરલાબેન ત્રિવેદી ભવન આવાસમાં રહેતા શખ્સના મકાનમાંથી રેઈડ દરમિયાન રૂા.4000 ની કિંમતની દારૂની 8 બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ – 2 વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાનો હોવાની એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. ખીમાભાઈ જોગલને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એ.મોરી, એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો.ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી પસાર થતા જીજે-10-સીજી-9406 નંબરના એકટીવાચાલકને આંતરીને તલાસી લેતા વૈભવ રમેશ ચતવાણી નામના શખ્સના કબ્જામાંથી રૂા.25,415 ની કિંમતના 221 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા તથા રૂા.25,000 ની કિંમતનું એકટીવા સહિત કુલ રૂા.50,415 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે વૈભવની ધરપકડ કરી ગુનો નોંધી પૂછપરછ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં આવેલા સરલાબેન ત્રિવેદી ભવન આવાસમાં રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન કલ્પેશ મહેન્દ્ર દત્તાણી નામના વેપારીના મકાનમાંથી રૂા.4000 ની કિંમતની આઠ બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી ગુનો નોંધી વધુ પૂછપરછ આરંભી હતી.