લાલપુર તાલુકાના મુરીલા ગામમાંથી ત્રણ શખ્સોને જૂગાર રમતા રૂા.21,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડમાંથી ચાર શખ્સોને ઝડપી જૂગાર રમતા ઝડપી લઇ નાશી ગયેલ શખ્સની શોધખોળ આરંભી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર તાલુકાના મુરીલા ગામ પાસે આવેલ ભોળેશ્ર્વર મહાદેવ મંદિર નજીક તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વિપુલ નગા જોગલ, પ્રાગજી રામજી સાદરિયા, બાબુ માલદેવ નંદાણિયા નામના ત્રણ શખ્સોને રૂા.12,300 ની રોકડ, 9000 ના ત્રણ મોબાઇલ અને ગંજીપના સહિત કુલ રૂા.21,300ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડના કૈલાશનગર કોળી પા વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારેે પોલીસે રેઈડ દરમિયાન છગન રૂપા વાણિયા, અશોક છોટાલાલ ભટ્ટ, યુસુફ તૈયબઅલી સાદીકોટ, ગોવિંદ રૂપા સાગઠીયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.3480ની રોકડ અને ગંજીપના કબ્જે કરી નાશી ગયેલ હમીર ડાયા સાગઠીયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.