દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા છગનભાઈ મેપાભાઈ નાંગેશ નામના 42 વર્ષના યુવાનના રબારી યુવાનની માલિકીના રૂપિયા 12,000 ની કિંમતના ત્રણ નંગ ઘેટા તેમજ અન્ય એક આસામી લખમણભાઈ મેરામણભાઈ નાંગેશની માલિકીનું રૂપિયા 3,000 ની કિંમતનું એક બકરું ગત તારીખ 18 મીના રોજ રાત્રિના સમયે ચોરી થયાનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે.
આ પ્રકરણમાં કુલ રૂપિયા 15,000 ની કિંમતના ઘેટા-બકરાની ચોરી થવા સબબ આ જ ગામના બાલુભા હોથીભા સુમણીયા નામના શખ્સ સામે છગનભાઈ નાંગેશએ ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધ્યો છે.