જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પીજીવીસીએલના પોલ પર લગાવેલા ગેરકાયદેસર બોર્ડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચૂંટણી પંચની સુચના અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલના પોલ પર ગેરકાયદેસર લગાડવામાં આવેલા બોર્ડને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવિષ્ટ થતા વિકાસ ગૃહ રોડ, શરૂ સેક્શન રોડ, વિરલબાગ, સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાંથી એસ્ટેટ શાખાની ટીમે 164થી વધુ ગેરકાયદેસર લગાડેલા વધુ બોર્ડને ઉતારવાની કામગીરી કરી છે. આ સમગ્ર કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની સુચના અને રાહબરી હેઠળ તેમજ એસ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન મુજબ નાયબ કાર્યપાલક ઇજનેર નીતિન દીક્ષિત, સુનિલભાઈ ભાનુશાળી, રાજભા ચાવડાએ કરી હતી.