ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જામનગર 78-વિધાનસભાના ઉમેદવાર રીવાબા જાડેજાનું પ્રચાર કાર્ય ખૂબ જ વેગવંતુ બન્યું છે. લોકો તેમને આવકારી રહ્યાં છે. પ્રચાર પ્રવાસમાં તેમને આદર મળી રહ્યો છે. ખાસ કરીને સ્ત્રીઓ અને યુવતીઓ તેમની સાથે સેલ્ફી લેવા આતુર હોય છે. લોકોનો સ્નેહ અને આવકાર જોઈને રીવાબા ગદગદ થઇ જાય છે. તેમના પ્રચા ને વેગ આપવા વોર્ડ નં. 9માં ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી અને શ્રીમતી રિવાબાને આશીર્વાદ આપ્યા હતા.
આ તકે 78-વિધાનસભાના ઉમેદવાર રિવાબા જાડેજા, 78-વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, ચંદ્રવદન ત્રિવેદી, રાજુભાઈ શેઠવાલી, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર ધર્મિનાબેન સોઢા, કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી, વોર્ડ પ્રમુખ ભાવેશભાઇ કોઠારી, મહામંત્રી ચીનાભાઈ, મહામંત્રી હસમુખભાઈ મકવાણા, શહેર ઉપપ્રમુખ મોનીકાબેન વ્યાસ, મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ માલતીબેન પારેખ, મહિલા મોરચાના શહેર ઉપપ્રમુખ સજ્જનબેન ચૌહાણ, આઈ.ટી.સેલના કાજલ ચૌહાણ, શહેર યુવા મોરચાના મહામંત્રી વિરલભાઈ બારડ, શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ દુષ્યંત સોલંકી, વોર્ડ ઉપપ્રમુખ સરીતાબેન ઠાકર, વોર્ડ ઉપપ્રમુખ પ્રતિક ઠાકર, જયદીપ રબારી, હેમાંશુ વજાણી, ભવ્ય દોશી, આકાશ શાહ, જયપાલ કરવા, બિટુકભાઈ ગોસાઈ, દિનેશભાઈ રબારી, બિમલભાઈ સોનછત્રા, અલુભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ માડમ, રમેશભાઈ ચૌહાણ, હરીશભાઈ ગઢવી, મયુરધ્વજ પરમાર, સંજયભાઈ આશર, મહેશભાઈ રામાણી, જ્યોત્સનાબેન ચુડાસમા, શશીભાઈ પૂજાણી, મિલન ચૌહાણ, પ્રિતી શુક્લ, રોહીત ચૌહાણ, કેતનભાઈ તંબોલી, રાજુભાઈ બારડ, મહેશભાઈ ચૌહાણ, અમરાભાઇ રબારી, સંદિપ ભાઈ ચાવડા, ભીખાભાઈ રબારી, નટુભાઈ નકુમ, મનસુખભાઈ નકુમ, રવજીભાઈ માંડવીયા, પ્રકાશભાઈ લાલવાણી, નીતીનભાઇ સોલાણી, વિમલભાઈ કોઠારી સહિત અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ રિવાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી અને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ લીધો હતો.