જામનગર સિટી સી પોલીસમાં નોંધાયેલ એનડીપીએસ એકટના કેસમાં ફરાર આરોપીને જામનગર એસઓજીએ શંકરટેકરી પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી સી ડિવિઝન પોલીસમાં નોંધાયેલ એનડીપીએસ એકટના કેસનો આરોપી આસિફ ઉર્ફે રાજુ ગાભો અબ્દુલ વહાર વેવારિયા નામનો શખ્સ નાસતો ફરતો હોય દરમિયાન એસઓજીના હેકો અરજણભાઈ કોડિયાતર, સોયબભાઈ મકવા તથા ચંદ્રસિંહ જાડેજાને આરોપી શંકરટેકરી પાસે હોવાની મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ હેસઓજી સ્ટાફ દ્વારા શંકરટેકરી પાણીના ટાંકા પાસેથી આરોપી આસિફ ઉર્ફે રાજુ ગાભો અબ્દુલ વહાબ વેવારિયાને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સિટી સી પોલીસને સોંપી આપ્યો હતો.