સુપ્રિમ કોર્ટમાં આજે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંવિધાાન દિવસની શુભેચ્છા પાઠવી હતી.આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્ર્વની નજર ભારત પર છે. ત્યારે ભારતની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસી રહી છે.
મુંબઇ હુમલાની વરસી નિમિત્તે પ્રધાનમંત્રીએ આ ઘટનાને યાદ કરીને હુમલામાં માર્યા ગયેલા લોકો તેમજ શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમણે દેશ આઝાદીના અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે દેશની વિવિધતા પર ગર્વની લાગણી વ્યકત કરી હતી. પ્રધાનમંત્રીએ સંવિધાન દિવસ નિમિતે ડીઝીટલ કોર્ટ, વેબસાઇટ, વ્યચ્યુઅલ જસ્ટીસ કલોક, જસ્ટીસમોબાઇલ એપનું લોન્ચીંગ કર્યુ હતું.