મોરબી મુકામે સીરામીક ટાઈલ્સનું ઉત્પાદન તથા વેચાણ કરતી રીકોર સીરામીક નામની પેઢી પાસેથી મોરબીના રમેશ નારણભાઈ મેઘાણીએ સીરામીક ટાઈલ્સની ખરીદી કરેલ જેની લેણી નિકળતી રકમની ચૂકવણી માટે રીકોર સીરામીક પેઢીના નામનો રૂપિયા આઠ લાખનો ચેક આપ્યો હજો જે ચેક પેઢી દ્વારા પોતાના ખાતામાં ભરતાં ચેક વસુલ થયા વગર બેન્કમાંથી પરત ફરતાં વકિલ મારફત કાનૂની નોટીસ પાઠવી છતાં ચેક મુજબની રકમ વસૂલ નહિં આપતા રીકોર સીરામીક પેઢીએ મોરબીની અદાલતમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની જોગવાઈ મુજબ ચેક રીટર્નની ફરીયાદ સેક્ધડ એડિશ્નલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટકલાસ જજ ચુનૌતીની અદાલતમાં ચાલી જતાં અને સમગ્ર પૂરાવાનું મૂલ્યાંકન અને વકિલની દલીલો ઘ્યાને રાખી અદાલત દ્વારા આરોપી રમેશ નારાયણભાઈ મેઘાણીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો તથા સેક મુજબની રકમ આઠ લાખ રૂપિયા ત્રીસ દિવસમાં આરોપીએ ફરીયાદીને ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલ છે તથા આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેલ ન હોય આરોપી વિરૂધ્ધ ધરપકડ વોરંટ તથા સજા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે વકીલ આર.એ. પટેલ રોકાયેલ હતા.