જામજોધપુર મત વિસ્તારના લોક લાડીલા નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાજપા ઉમેદવાર ચિમનભાઇ શાપરીયાને જામજોધપુર-લાલપુરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર દરમિયાન જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામે બેઠક યોજી તેમણે લોકસંપર્ક કર્યો હતો. આ ઉપરાંત મોટીગોપ ગામે પણ લોકસંપર્ક અભિયાન યોજાયું હતું. ચિમનભાઇ શાપરીયાની કામગીરીને લઇ મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામજોધપુર-લાલપુરના ગામડાંઓના ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોથી મતદારો દ્વારા ચિમનભાઇ શાપરીયાને ઠેર-ઠેર ભવ્ય આવકાર જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લાની 80-જામજોધપુર વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર એવા ચિમનભાઇ શાપરીયાનું આ વખતે ચૂંટણીના પ્રચાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં અભૂતપૂર્વ જન સમર્થન મળી રહ્યું છે. જામવાડી અને મોટીગોપ ગામે યોજાયેલ લોકસંપર્ક યાત્રા દરમિયાન ભાજપાની ડબલ એન્જિન સરકારને આગળ ધપાવવા માટે ચિમનભાઇને વિજયી બનાવવા ગ્રામ્ય લોકોના વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચિમનભાઇ દ્વારા તેમના વિશાળ કાર્યકર્તાની ફોજ સાથે અને ભાજપાના અગ્રણીઓ અને આગેવાનો સાથે યોજાયેલ લોકસંપર્ક યાત્રામાં લોકોનો સરાહનિય આવકાર સાંપડી રહ્યો છે.
જામજોધપુર વિધાનસભાના ભાજપાના લોકપ્રિય નેતા ચિમનભાઇ શાપરીયાને લોકસંપર્ક દરમિયાન ઠેર-ઠેર ફૂલહાર કરી સ્વાગત-સત્કાર કરવામાં આવી રહ્યું છે. તેમના લોકસંપર્ક અભિયાન દરમિયાન મોટીગોપ અને જામવાડી ગામે બેઠકો યોજાઇ હતી. જેમાં જિલ્લા-તાલુકાના આગેવાનો, વડીલો, યુવાઓ તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વિજયી અપાવીને અગ્રેસર ગુજરાતમાં સ્હભાગી થવા હાકલ કરી હતી. મોટીગોપ અને જામવાડીના ગ્રામજનો દ્વારા ચિમનભાઇને જંગી બહુમતિથી વિજયી બનાવવા દ્રઢ નિશ્ર્ચય કર્યો હતો. આ તકે ચિમનભાઇ દ્વારા પ્રચંડ જનસમર્થન અને આશિર્વાદ આપવા બદલ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપ દ્વારા થયેલા વિકાસ કાર્યો અંગે પણ લોકોને માહિતગાર કરાયા હતાં.