Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 2માં જામનગર ઉત્તરના ભાજપાના ઉમેદવાર રિવાબા જાડેજાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ...

વોર્ડ નં. 2માં જામનગર ઉત્તરના ભાજપાના ઉમેદવાર રિવાબા જાડેજાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો

અનેક મહાનુભાવોએ હાજરી આપી રિવાબાને આશિર્વાદ આપ્યા : વોર્ડ ટુ વોર્ડના લોકસંપર્ક મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ : યુવતિઓમાં સેલ્ફી લેવા આતુરતા

- Advertisement -

વિધાનસભા ચૂંટણીને લઇ જામનગરમાં ભાજપના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર અભિયાન ચાલી રહ્યું છે. ડોર-ટુ-ડોર લોકસંર્પકની સાથે સાથે વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવી રહ્યાં છે. મહાનુભાવોના હસ્તે ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કરી પ્રચાર કાર્ય વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. મત ગણતરીના આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય. ઉમેદવારો દ્વારા લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. જામનગર ઉત્તર વિધાનસભાના ભાજપાના ઉમેદવાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાનું પ્રચાર કાર્ય ખૂબ જ વેગવંતુ બન્યું છે. દરરોજ વોર્ડવાઇઝ ડોર-ટુ-ડોર લોકસંપર્ક યોજવામાં આવી રહ્યો છે. જેમાં લોકો દ્વારા ભરપૂર આવકાર આપવામાં આવી રહ્યો છે. પ્રચાર પ્રવાસમાં બાળકોથી લઇ વડીલો દ્વારા તેમને આદર મળી રહ્યો છે. ખાસ કરીને સ્ત્રીઓ અને યુવતિઓ તેમની સાથે સેલ્ફી લેવા આતુર હોય છે. રિવાબા જાડેજાના પ્રચારને વેગ આપવા વોર્ડ નં. 2માં ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજરી આપી શ્રીમતી રિવાબાને આશિર્વાદ આપ્યા હતાં.

- Advertisement -

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, 77,78,79 ના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રિવાબા જાડેજા, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, 78 વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ નીલેશભાઈ ઉદાણી, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભાઈ ભટ્ટ, વોર્ડ મહામંત્રી સી.એમ. જાડેજા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર ડિમ્પલ બેન રાવલ, કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર આલાભાઈ, હર્ષાબા જાડેજા, શિક્ષણ સમિતિ ના વાઈસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, મંત્રી દિલીપસિંહ કંચવા, મંત્રી ભાવિશાબેન ધોળકિયા, પૂર્વ કોર્પોરેટર દિલીપસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર ભારતીબા સોઢા, ઉપપ્રમુખ પી.એલ.સંચાણીયા, ઉપપ્રમુખ ગજુભા જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન જાડેજા, યુવામોરચાના પ્રમુખ વિજયસિંહ સોઢા, ઉપપ્રમુખ કિર્તી સિંહ વાધેલા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત પંચવટી જય માતાજી ગ્રુપના તમામ સભ્યો, સીનીયર સીટીઝન ગ્રુપના તમામ સભ્યો, શીવ ગ્રૂપના તમાંમ સભ્યો, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, જયંતસિહ ઝાલા, બાપાલાલ ઝાલા, અજયસિંહ વાઢેર, તોગાનુબાપુ જાડેજા (ભગત મંડળ), કીશાનમોરચાના પ્રમુખ ગુલાબસિંહ જાડેજા, રામાપીર મંદિર ના પ્રમુખ નટુભા જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા , એમ.ડી.જાડેજા, હકુબા ચૂડાસમા (મહિલા મંડળ મચ્છર નગર) ગીતાબા જાડેજા (મહિલા મંડળ પૂનીત નગર), કોષાધ્યક્ષ વર્ષાબેન રાઠોડ, ધર્મીષ્ઠાબેન ભટ્ટી, ગીતાબા જાડેજા, ઉષાબા ચાવડા, જયદિપસિંહ ઝાલા, મીનાબેન પાબારી, સંજયભાઈ ગૌસ્વામી, હિતુભા જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ ચૌહાણ, દશુભાઈ સોઢા, રાજેન્દ્રસિંહ કંચવા, અરવિંદસિંહ જાડેજા સહિત વિશાળ સંખ્યામાં સ્થાનિક વિસ્તારના લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. તમામ લોકોએ શ્રીમતી રિવાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી અને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ લીધો હતો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular