આજે સવારથી જામનગર સહીત સમગ્ર દેશભરમાં Quick Heal કંપનીના એન્ટી વાઇરસમાંથી Trojan.47249 વાઇરસ દેખાઈ રહ્યો છે, જેના કારણે એક્સેલ(excel) ફોર્મેટની ફાઈલો ગાયબ થવા અથવા તો ફ્રીઝ થવા લાગી છે. આ સમસ્યાના કારણે દેશભરના કોમ્પુટર વપરાશકારોમાં ડેટા ઉડીજવાનો ભય ફેલાઈ ગયો છે. આ વાઈરસના કારણે મોટી-મોટી કંપનીઓના ડીજીટલ હેડ ચિતામાં મુકાઇ ગયા છે કેમકે કોમ્પ્યુટર હાલના યુગનું સૌથી મોટું અને મહત્વનું બની ગયું છે.
આ સમસ્યા સર્જાતા Quick Heal કંપનીના કોઈ પણ અધિકારી દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ કંપનીના ડીલરો દ્વારા વપરાશકારોને આ ક્ષતિમાં થોડાજ સમયમાં નવું અપડેટ આવી જશે તેવું આશ્વાશન આપવામાં આવ્યું છે. તેમજ આ સમસ્યાના કારણે Twitter તેમજ સોશિયલ મીડિયામાં આ સમસ્યા બહુ ઝડપથી વાઇરલ અને ટ્રેન્ડ થઇ રહી છે અને લોકો તેમની સમસ્યા ત્યાં ઠાલવી રહ્યા છે.