ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ બ્લોકમાં ઓવરલોડેડ વાહન 500 મીટર ખીણમાં પડતા બે મહિલા સહિત 12 લોકોનાં મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ હતાં. વૈાહનમાં સવાર બે લોકોએ કૂદીને પોતાના પ્રાણ બચાવ્યા હતાં. 9 સીટવાળા વાહનમાં કુલ 17 લોકો સવાર હતાં.
જે પૈકી પાંચ લોકો વાહનની છત પર બેઠા હતાં. જે સ્થળે વાહન અનિયંત્રિત થયું ત્યાંની સડક બિસ્માર હાલતમાં હતી. પરિવહન વિભાગે પણ આ માર્ગે વાહનોને પરવાનગી આપી નથી. તેનો કેટલોક ભાગ નિર્માણધીન છે. આ વાહન દુર્ઘટનાગ્રસ્ત થતા પહેલા ચેક પોસ્ટ થઇને પસાર થયું પણ કોઇએ પણ તેને રોક્યું ન હતું. મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા મૃતકોને બે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત ઘટનાના મેજેસ્ટિરિયલ તપાસના આદેશ આપ્યા હતાં. દુર્ઘટના સ્થળે વરસાદી નાળાના કારણે સડકનો હિસ્સો કાચો અને પથરીલો હતો.આ ઘટનાની માહિતી મળતા જ એસડીઆરઅએફ રેસ્કયુ કરવા ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આરટીઓ મુજબ વાહનના કાગળો યોગ્ય હતાં. મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ ચમોલીના જિલ્લાધિકારીને રાહત અને બચાવ કાર્ય ઝડપથી કરવા જણાવ્યું હતું.