Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજેટ એરવેઝના 60 ટકા કર્મચારીઓને લીવ વિધાઉટ પે

જેટ એરવેઝના 60 ટકા કર્મચારીઓને લીવ વિધાઉટ પે

- Advertisement -

લાંબા સમયથી બંધ રહેલી એરલાઇન કંપની જેટ એરવેઝના કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગ્રાઉન્ડેડ જેટ એરવેઝે વરિષ્ઠ મેનેજર સહિત તેના 60 ટકા કર્મચારીઓને પગાર વિના રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે અને બાકીના કર્મચારીઓના પગારમાં અસ્થાયી રૂપે ઘટાડો કરી શકે છે. સૂત્રોએ 18 નવેમ્બરે જણાવ્યું હતું કે એરલાઇનની પુન:સજીવન યોજના ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ‘સંજીવ કપૂરના પણ પગારમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે સંમત થયા છે,’ એક સૂત્રએ મનીકંટ્રોલને જણાવ્યું હતું. કપૂરે કર્મચારીઓને શાંત કરવા માટે ટ્વિટ કરીને કહ્યું કે, ‘કોઈને પણ નોકરીમાંથી કાઢી નાખવામાં આવી રહ્યાં નથી.’ આ નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે જેટ એરવેઝના પુનર્જીવનની તૈયારીઓ ચાલી રહી છે,

- Advertisement -

પરંતુ 18 નવેમ્બરના રોજ નવા માલિક જાલાન-કાલરોક ક્ધસોર્ટિયમે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ ને જણાવ્યું હતું. કે તેઓ પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટી લેણાં માટે વધારાના રૂ. 250 કરોડ ચૂકવવામાં અસમર્થ છે. અગાઉ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે જેટ એરવેઝના નવા માલિક જાલાન-કાલરોક ગ્રૂપને પ્રોવિડન્ટ ફંડ અને એરલાઇનના કર્મચારીઓની ગ્રેચ્યુટીના લેણાંની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોન્સોર્ટિયમે જેટ એરવેઝને ટેકઓવર કરવાની તેની બિડમાં ટાંક્યું હતું કે તે લેણદારોને રૂ. 475 કરોડથી વધુ ચૂકવવા માટે જવાબદાર નથી અને તમામ દાવાઓ તે રકમમાંથી પતાવટ કરવાના હતા. જાલાન-કાલરોક કોન્સોર્ટિયમના બોર્ડ મેમ્બર અંકિત જાલાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેટ એરવેઝના વર્તમાન કર્મચારીઓના 60 ટકાથી વધુ ભૂતપૂર્વ કર્મચારીઓ છે. તેમણે કહ્યું કે જેટ એરવેઝ બ્રાન્ડના પુનરૂત્થાન માટે પ્રચંડ સંભાવના છે અને તેના માટે જાહેર સમર્થન છે. તેમણે કહ્યું કે જેટ એરવેઝના પુનરૂત્થાનથી રોજગારીની વધુ તકો મળશે, એરલાઇનના ભૂતપૂર્વ કર્મચારી ઉપરાંત ઘણા વધુ લોકોને નોકરી મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular