જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા જડેશ્ર્વર પાર્ક વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 21 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા જડેશ્ર્વર પાર્ક શેરી નં.2 માં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હેકો વનરાજ મકવાણા અને પોકો કિશોરભાઈ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.કરમટા અને એસ.પી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન કાંતિ મનહરલાલ માધવાણી નામના શખ્સના મકાનમાં તલાસી લેતા રૂા.8400 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 21 બોટલો મળી આવતા એલસીબીની ટીમે દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.