Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાં પાણીના ખાડામાં પડી જતાં શ્રમિક યુવકનું મોત

જામનગરના દરેડમાં પાણીના ખાડામાં પડી જતાં શ્રમિક યુવકનું મોત

પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢી તપાસ : વાલ્કેશ્વરીનગરીમાં સિકયોરિટી ગાર્ડનું ફરજ પર પડી જતાં મૃત્યુ : માથામાં અને કપાળમાં ગંભીર ઈજાની સારવાર કારગત ન નિવડી

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં પાણીના ખાડામાં મજૂરી કામ કરતો યુવક કોઇ કારણસર પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરીમાં હોસ્પિટલમાં સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો યુવાન તેની નોકરી દરમિયાન અચાનક પડી જતાં માથામાં અને કપાળમાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગરના પાણાખાણા વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો વિકી લક્ષ્મણભાઈ ચૌધરી (ઉ.વ.18) નામનો યુવાન બુધવારે સાંજના સમયે દરેડ ગામમાં સંસ્કાર સ્કૂલ પાસે આવેલા પાણીના ખાડામાં કોઇ કારણસર પડી જતા ડૂબી ગયો હતો આ અંગેની જાણ થતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે બનાવ સ્થળે પહોંચી જઈ સ્થાનિક તરવૈયાની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢી ઓળખ મેળવી શંકરભાઈ ચૌહાણના નિવેદનના આધારે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવકનું મોત અકસ્માતે થયું કે આપઘાત છે ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બીજો બનાવ, જામનગર શહેરના ધરારનગર-2 વિસ્તારમાં મહેબુબશાહ પીરની દરગાહની બાજુમાં રહેતા ગંભીરસિંહ જગતસિંહ ઝાલા (ઉ.વ.43) નામના યુવાની વાલ્કેશ્વરીનગરીમાં આવેલી તકવાણી હોસ્પિટલમાં સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતાં અને આ ફરજ દરમિયાન ગુરૂવારે બપોરના સમયે ફરજ પર હતા ત્યારે અકસ્માતે પડી જતા માથામાં તેમજ કપાળમાં તથા નાકમાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જયદીપસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular