Monday, December 23, 2024
Homeરાજ્યસલાયામાં ગંભીર ગુનાઓ આચારવાની માનસિકતા ધરાવતા આરોપીઓના જામીન રદ્દ

સલાયામાં ગંભીર ગુનાઓ આચારવાની માનસિકતા ધરાવતા આરોપીઓના જામીન રદ્દ

સલાયા મરીન પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરાઈ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને ગુનાહિત માનસ ધરાવતા કેટલાક શખ્સો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવા તેમજ અન્ય સ્થાનિકોને પરેશાન કરવા બાબતે નોંધાયેલા ગુના સંદર્ભે મરીન પોલીસે કડક કાર્યવાહી કરી, તેઓની જામીન અરજી રદ કરાવી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એજાજ રજાક સંઘાર અને રિઝવાન રજાક સંઘાર નામના શખ્સોએ તેમના પરિવારજનોને સાથે મળીને સલાયાના હુસેની ચોક વિસ્તારમાં રહેતા તેમના સંબંધી એવા સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ કરીમ ભગાડ તથા તેમના પુત્રો પર અગાઉ જીવલેણ હુમલો કર્યો હતો. જે સંદર્ભે સલાયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 307 વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આટલું જ નહીં, આજથી આશરે દોઢેક વર્ષ પૂર્વે મહોરમના તહેવાર દરમિયાન ઉપરોક્ત શખ્સો તથા અન્ય આરોપીઓએ પોલીસ પર હુમલો કરી, પોલીસના વાહનને નુકસાની પહોંચાડ્યાનો ગુનો પણ રજીસ્ટર થયો હતો. સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ તથા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા ઉપરોક્ત આરોપીઓબી જામીન અરજી રદ કરવા માટે ખંભાળિયાની સેશન્સ અદાલતમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

ગંભીર ગુનાના આરોપી એવા રિઝવાન રજાક સંઘાર દ્વારા અગાઉ જમીન મેળવીને છૂટ્યા બાદ સલાયામાં છરીની અણીએ લૂંટ ચલાવી, મારી નાખવાની ધમકી આપવા સબબ જુદી-જુદી કલમ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે સંદર્ભે પણ સલાયા મરીન પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઉપરોક્ત આરોપીઓના જામીન ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં રદ કરાવીને બંને આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ, એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ કિશોરસિંહ, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, હસમુખભાઈ ચૌહાણ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular