ખંભાળિયા – સલાયા માર્ગ પર સરકારી હોસ્પિટલ પાસે પસાર થતી જી.જે. 10 બીજી 1198 નંબરની અલ્ટો મોટરકારને અટકાવી, પોલીસે ચેકિંગ કરતા આ મોટરકારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા દોઢ લાખની કિંમતની અલ્ટો કાર તથા 22 લીટર દારૂ ઉપરાંત એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,55,640 ના મુદ્દામાલ સાથે ખંભાળિયા તાલુકાના બેહ ગામની ઉગમણી વાડીમાં રહેતા લાખા મંગા સંધીયા નામના 35 વર્ષના શખ્સની અટકાયત કરી, પ્રોહિબીશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.