ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ખેતાભાઈ ડાડુભાઈ વારસાકીયા નામના 30 વર્ષના યુવાને ગઈકાલે મંગળવારે તેમના રહેણાંક મકાનના રસોડામાં પંખાના હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.
આ બનાવની જાણ જેસાભાઈ વેજાભાઈ વારસાકીયાએ મીઠાપુર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.