Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયચીનમાં ફરી લોકડાઉન, લોકો વિફર્યા

ચીનમાં ફરી લોકડાઉન, લોકો વિફર્યા

24 કલાકમાં 17,772 નવા કેસ નોંધાયા લોકો કોરોના પ્રતિબંધોથી કંટાળી ગયા

ચીન હજુ સુધી આ વાયરસની ચુંગાલમાંથી બહાર નીકળી શકયું નથી. થોડા દિવસો પહેલા, કોવિડના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, ત્યારબાદ વહીવટીતંત્રે લોકડાઉનમાં રાહત આપી હતી, પરંતુ હવે સ્થિતિ ફરી વધુ ખરાબ થતી જોવા મળી રહી છે. દક્ષિણ ચીનના શહેર ગુઆંગઝૂમાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં લોકો કોરોના પ્રતિબંધોથી કંટાળી ગયા છે અને હવે તમામ પ્રકારના પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવવા માંગે છે.

- Advertisement -

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં સોમવારે મોડી રાત્રે હૈઝોઉ જિલ્લામાં લોકો પોલીસ વાહનને પલટી નાખતા જોવા મળ્યા હતા. ગુઆંગઝૂના એક રહેવાસીએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે ત્યાં ખૂબ જ તંગ વાતાવરણ હતું. બધાએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. વિરોધ અમારા ઘરથી માત્ર એક કિલોમીટર દૂર થઈ રહ્યો હતો. મંગળવારે ચીનમાં 17,772 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સોમવારના એક દિવસ પહેલા 16,072 છે. ગુઆંગઝૂમાં કોવિડ-19ના મોટાભાગના કેસો માત્ર હૈઝોઉ વિસ્તારમાં છે. ગુઆંગઝૂમાં સોમવારે 5,000 થી વધુ કેસ નોંધાયા હતા.
અન્ય પ્રાંતોના સેંકડો પર-ાંતિય મજૂરો હૈઝોઉ જિલ્લામાં કાપડ ઉદ્યોગમાં કામ કરે છે. કડક લોકડાઉનને કારણે તેમની સામે આજીવિકાનો ખતરો છે. તેઓ વારંવાર તેને હટાવવાની માંગ કરી રહ્યા છે. સત્તાવાળાઓએ ઓક્ટોબરના અંતમાં ડઝનેક રહેણાંક વિસ્તારોને ઓળખીને નિયંત્રણો લાદ્યા હતા. સોમવારે, જિલ્લાના લગભગ બે તળતીયાંશ વિસ્તારને આવરી લેતા લોકડાઉન ઓર્ડરને બુધવારે રાત સુધી લંબાવવામાં આવ્યો હતો.

ચીનના શાસક પક્ષે મંગળવારે વિવિધ સ્થળોએ નિયમો હળવા કર્યા પછી જાહેર ધારણાને નિયંત્રિત કરવાના પ્રયાસરૂપે શૂન્ય કોવિડ નીતિનું કડક પાલન કરવાની હાકલ કરી હતી. કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેઈલીએ પોતાના તંત્રીલેખમાં કહ્યું છે કે 1.4 અબજની વસ્તી ધરાવતા આ દેશમાંથી કોરોના વાયરસને સંપૂર્ણ રીતે ખતમ કરવાના -યાસમાં ચીને કોઈ પણ ખચકાટ વિના આવી નીતિ લાગુ કરવી જોઈએ. પરીક્ષણ કરવું જોઈએ. અને લાખો લોકોને લોકડાઉનમાં રાખવા જોઈએ. પાર્ટીનો આ કોલ એવા સમયે આવ્યો છે.

- Advertisement -

જ્યારે દેશમાં લોકડાઉનમાં થોડી રાહત આપ્યા બાદ છેલ્લા 24 કલાકમાં 17,772 નવા કેસ સામે આવ્યા છે. બેઇજિંગની બહારની સૌથી મોટી પ્રાંતીય રાજધાની શિજિયાઝુઆંગમાં મફત પરીક્ષણ કેન્દ્રો પણ એક દિવસ માટે બંધ રહ્યા પછી ફરીથી ખોલવામાં આવ્યા. બેઇજિંગમાં પણ તાજેતરના દિવસોમાં ઘણા પરીક્ષણ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ મંગળવારે તેમાંથી ઘણા ખોલવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular