Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયમોદી-સુનક મુલાકાત ફળી : બ્રિટન દર વર્ષે 3000 ભારતીય પ્રોફેશનલ યુવાનોને વિઝા...

મોદી-સુનક મુલાકાત ફળી : બ્રિટન દર વર્ષે 3000 ભારતીય પ્રોફેશનલ યુવાનોને વિઝા આપશે

- Advertisement -

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે ભારતના યુવા વ્યાવસાયિકોને દર વર્ષે યુકેમાં કામ કરવા માટે 3,000 વિઝા માટે લીલી ઝંડી આપી દીધી છે. બ્રિટિશ સરકારે કહ્યું કે, આવી યોજનાનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ છે. બ્રિટનના વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ કરવામાં આવી હતી જેમાં 18-30 વર્ષની વયના શિક્ષિત ભારતીય નાગરિકોને 3,000 વિઝા અને બે વર્ષ સુધીના કામની ઓફર આપવામાં આવી છે. બ્રિટિશ સરકાર દ્વારા આ જાહેરાત જી-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બ્રિટિશ પીએમ ઋષિ સુનકની મુલાકાતના થોડા કલાકો બાદ કરવામાં આવી હતી. ગયા મહિને પ્રથમ ભારતીય મૂળના બ્રિટિશ પીએમ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હતી. નવી યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ યુકે 18-30 વર્ષની વયના ડિગ્રી-શિક્ષિત ભારતીય નાગરિકોને બે વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવા માટે યુકે આવવા માટે વર્ષમાં 3,000 વિઝા ઓફર કરશે. ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ યોજનાની શરૂઆત એ ભારત સાથેના અમારા દ્વિ-પક્ષિય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર તેમજ બંને દેશોની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં પણ મદદ કરશે. યુકેમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ચોથાઈ ભારતના છે. યુકે હાલમાં ભારત સાથે વેપાર સોદા માટે વાટાઘાટ કરી રહ્યું છે. જો બંને દેશો સહમત થાય તો યુરોપીયન દેશ સાથે ભારતનો આ પ્રકારનો પ્રથમ સોદો હશે. ઞઊં ઙખઘ એ જણાવ્યું હતું કે, મે 2021માં યુકે અને ભારત વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેનો ઉદ્દેશ્ય આપણા દેશો વચ્ચે ગતિશીલતા વધારવાનો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular