જામનગર જિલ્લાના મુંગણી ગામે સગીરાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરતાં પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ માટે હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ગઇકાલે સોમવારે બપોરના સમયે જામનગર જિલ્લાના મુંગણી ગામે રામ મંદિર પાસે રહેતી મિતલબેન લખુભાઇ પરમાર (ઉ.વ.17) નામની સગીરાએ પોતાના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે સગીરાના પિતા લખુભાઇ દ્વારા પોલીસને જાણ કરતાં સિક્કાના હેકો સી.ડી. ગાંભવા સહિતના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.