Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરલૂંટ તથા દારૂના કેસના બે શખ્સો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી

લૂંટ તથા દારૂના કેસના બે શખ્સો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી

સુરત તથા વડોદરા જેલમાં મોકલવા તજવીજ

લૂંટ તથા દારૂના કેસના વધુ બે શખ્સો વિરુધ્ધ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પાસાનું શસ્ત્ર ઉગામી બન્ને શખ્સોને સુરત તથા વડોદરા જેલમાં મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા માથાભારે શખ્સો તેમજ બૂટલેગરો વિરુધ્ધ અટકાયતી કાર્યવાહી ચાલી રહી છે. જેના ભાગરુપે લૂંટ, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી તથા દારુ હેઠળના કેસો સહિતના બાવીશ કેસના આરોપી લખમણ ઉર્ફે લખન રામ ચાવડા તથા દારુના કેસના આરોપી દિલીપ પ્રતાપ જાડેજા વિરુધ્ધ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવાની સૂચના અનુસાર સીટી-બી પીઆઇ એચ.પી. ઝાલા તથા પીએસઆઇ ડી.એસ. વાઢેર, એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજી. સૌરભ પારઘીને મોકલતાં સૌરભ પારઘી દ્વારા બન્ને શખ્સો વિરુધ્ધ પાસા વોરંટ ઇસ્યૂ કરી આરોપીઓને સુરત લાજપોર જેલ તથા વડોદરા જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular