જામનગર તાલુકાના ફલ્લા પાસે ક્ધટેનર પલ્ટી મારી જતાં રોડની એક સાઈડ બંધ કરવી પડી હતી. વર્ષો પહલાં ફલ્લાની જે ડેન્જર ગોલાઈ બની છે ત્યાં મહિનામાં એકવાર અકસ્મતનો બનતા રહે છે. જામનગરથી રાજકોટ તરફ જતા માલ વાહક ક્ધટેનર નં.આરજે-09-જીસી-8385 બાપાસીતારામ મંદિર પાસે પલ્ટીમારી જતાં ડ્રાઈવરને ઇજા થઈ હતી.
અહીં છાશવારે બનતા અકસ્માતોને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. સદનસીબે અકસ્માત વહેલીસવારે સાડા ચારે બનતા કોઇ મુસાફરો નહોતા. ફલ્લા બસ સ્ટેન્ડ વિસ્તારમાં કાયમી માટે મુસાફરોની અવર જવર રહે છે.