જામનગર જિલ્લા લિગલ સર્વિસ ઓથોરિટી દ્વારા શનિવારે જામનગર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 5001 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં સેટલમેન્ટની રકમ પણ 12 કરોડથી વધુની હતી.
જામનગરમાં શનિવારે લોક અદાલત યોજાઇ હતી. જેમાં પ્રિ-લિટિગેશનના કેસો, સ્પે. સિટીંગના કેસો, રેગ્યૂલર કેસો મુકવામાં આવ્યા હતાં. જેમાં કુલ 5001 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેની સામે સેલટમેન્ટની રકમ રૂા 12,49,19,8552 સુધી પહોંચી હતી. મિલકતના કેસો, ચેક રિટર્ન, વાહન અકસ્માત સહિતના વિવિધ કેસોનો નિકાલ થયો હતો.