રાજ્યમાં ચુંટણી અંતર્ગત આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત પણે અમલ થાય તેમજ ચૂંટણી ભયમુક્ત, સ્વતંત્ર અને નિષ્પક્ષ યોજાય તે માટે ચૂંટણી દરમ્યાન એસ.એમ.એસ. તથા સોશ્યિલ મીડિયાનો દુરુપયોગ અટકાવવા સંબંધી મોનીટરીંગની કામગીરી અર્થે દ્વારકા જિલ્લાના નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમારની નિમણૂક કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી માટે નોડલ અધિકારી એમ.એમ. પરમારના મોબાઈલ નંબર 9978401952 તથા મુતા-ષફળ-મબમૂફસિફલીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ તેમજ સાયબર ક્રાઇમ સેલ કચેરીના નં. 6359627951 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.