Saturday, December 6, 2025
Homeરાજ્યકલ્યાણપુરની મેઈન બજારમાં દુકાનમાંથી રૂા.1.95 લાખની ચોરી

કલ્યાણપુરની મેઈન બજારમાં દુકાનમાંથી રૂા.1.95 લાખની ચોરી

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી મેઈન બજારમાં એક દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ખાતર પાડી રૂા. 1,94,500 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાની ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ ફરિયાદ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ રહેવાસી અને હાલ ભાટીયા ગામે રહેતા મનોજભાઈ જમનાદાસ દાવડાએ નોંધાવી છે આ ફરિયાદમાં જણાવાયા મુજબ ભાટિયાની મેઈન બજાર વિસ્તારમાં પી.એચ.સી. હોસ્પિટલ સામે આવેલી જલારામ મેડિકલ સ્ટોર નામની દુકાનમાં શુક્રવારે મોડી રાત્રિના સમયે તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી, આ દુકાનના ખાનામાં આ રાખવામાં આવેલા રૂા. 1,94,500 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હતા.આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈપીસી કલમ 457 તથા 380 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular