છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં આવેલા વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે ગઇકાલે અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઇકાલે સાંજે યોજાયેલા આ અન્નકોટ દર્શનમાં ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અન્નકોટ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. અખંડ રામધૂન થકી સમગ્ર વિશ્ર્વમાં પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરે ગઇકાલે ભવ્ય અન્નકોટ દર્શન યોજાયા હતાં.