જામનગર શહેરમાં અંદાજિત એકાદ મહિનાના લાંબાગાળા બાદ ફરી કોરોનાનો કેસ નોંધાયો છે. જામનગરમાં ચૂંટણી નજીક છે. ત્યારે ચૂંટણીની સાથેસાથે કોરોનાએ પણ દેખા દીધી છે. જામનગર શહેરમાં ગઇકાલે બુધવારે કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. શહેરમાં વૃધ્ધને શરદી-ઉધરસની તકલીફ હોય તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે સેમ્પલનો રિપોર્ટ કોરોના પોઝિટવ આવતાં અસરગ્રસ્ત દર્દીને હોમ આઇસોલેટેડ કરી દેવામાં આવ્યા હતાં અને તેમના પરિવારજનોના પણ સેમ્પલ લઇ વધુ તકેદારી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.