આગામી દિવસોમાં આવી રહેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જામનગરની પાંચ બેઠકો પૈકી આમ આદમી પાર્ટી દ્વારા 78 વિધાનસભા ઉમેદવાર કરસનભાઈ કરમુર ની જાહેરાત કરાઈ છે જેઓ દ્વારા આવતીકાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો સ્નેહીજનો અને દરેક સમાજના આગેવાનને ઉપસ્થિત રહેવા આમંત્રણ
તાજેતરમાં આવી રહેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જામનગરની પાંચ બેઠકો પૈકી જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 78 વિધાનસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટીના જામનગર શહેર અધ્યક્ષ કરસનભાઈ કરમુર નું નામ જાહેર કરાયું છે ત્યારે જામનગર ની પાંચ બેઠકો પૈકી કોઈપણ પક્ષ દ્વારા હજુ સુધી ફોર્મ ભરાયા નથી ત્યારે કરસનભાઈ કરમુર દ્વારા આવતીકાલે બપોરે 12:39 વાગ્યે પોતાનું 78 ઉત્તર વિધાનસભાના ઉમેદવાર નું ફોર્મ ભરવા અંગે નક્કી કરાયું છે
આ તકે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો ઉપરાંત કરસનભાઈ કરમુર ના સ્નેહીજનો, વડીલો,મિત્રો અને દરેક સમાજના શ્રેષ્ઠિઓ તેમજ આગેવાનોને આવતીકાલે તા. 11/11/2022 ને શુક્રવારના રોજ બપોરે 12 :39 કલાકે લોકલાડીલા નેતા કરસનભાઈ કરમુર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાનું નક્કી કરાયું છે તો તમામ લોકોએ 11:00 કલાકે તેમના જૂના નિવાસસ્થાન ફિઓનિકા સોસાયટી, શિવમ પેટ્રોલ પંપ પાછળ, જામનગર ખાતે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે આ અખબારી યાદીને હાલના સમયમાં કોઈને રૂબરૂ મળી શકાયું ન હોય તો રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અચૂક હાજરી આપવા હાર્દિક નિમંત્રણ છે.