Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતજામનગર શહેર-જિલ્લાની વિધાનસભા માટે 14 નવે. સુધી ઉમેદવારી કરી શકાશે

જામનગર શહેર-જિલ્લાની વિધાનસભા માટે 14 નવે. સુધી ઉમેદવારી કરી શકાશે

સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી નામાંકનપત્ર ભરી શકાશે : 15 નવેમ્બરે ઉમેદવારીની ચકાસણી હાથ ધરાશે

- Advertisement -

રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચૂકી છે. જામનગરની પાંચ વિધાનસભા બેઠકોની મતદાન પ્રક્રિયા તા. 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જે માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે તા. 14 નવેમ્બર સુધી સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી કરી શકાશે.

- Advertisement -

ચૂંટણી અધિકારી 77 જામનગર(ગ્રામ્ય) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય) દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર જામનગર (ગ્રામ્ય) સમક્ષ મોડામાં મોડું તા.14/11/2022 સુધી (જાહેર રજા સિવાય) સવારના 11થી બપોરના 3 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો મોકલવાના રહેશે.નામાંકન માટેના ફોર્મ ઉપરોક્ત સ્થળે અને સમયે મળી રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.15/11/2022ના રોજ સવારના 11 વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી(ગ્રામ્ય) ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.17/11/2022ના બપોરના 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.

ચૂંટણી અધિકારી 78 જામનગર (ઉતર) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી જામનગર (શહેર) દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી 78-જામનગર (ઉતર) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર જામનગર (શહેર) સમક્ષ રજૂ કરવાનું રહેશે.

- Advertisement -

ચૂંટણી અધિકારી 79 જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગ અને પુરવઠા અધિકારી જામનગર દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી 79-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર તથા મદદનીશ ચૂંટણી અધિકારી 79 જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગ અને ચિટનીશ ટુ કલેકટર, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર સમક્ષ રજૂ કરવાનું રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.15/11/2022ના રોજ સવારના 11 વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પુરવઠા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.17/11/2022ના બપોરના 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.1/12/2022ના રોજ સવારે 8થી સાંજના 5 વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular