Thursday, December 26, 2024
Homeરાજ્યગાંજાના જથ્થા સાથે ઓખા મંડળનો શખ્સ ઝડપાયો

ગાંજાના જથ્થા સાથે ઓખા મંડળનો શખ્સ ઝડપાયો

2 કિલો 157 ગ્રામ ગાંજાનો છોડ કબ્જે : વાવેતર કરી વેચાણ કરતા શખ્સ્ સામે એસઓજી દ્વારા કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા શનિવારે દ્વારકા તાલુકામાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી તથા જીવાભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખા મંડળના ખતુંબા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા પુંજાભા મુરુભા જિમલભા સુમણીયા નામના 25 વર્ષીય શખ્સ દ્વારા તેના રહેણાંક મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરી, આ ગાંજો વેચતો હોવાની માહિતી પરથી આ સ્થળે દરોડો પાડી, ઉપરોક્ત શખ્સને 2 કિલો 157 ગ્રામ ગાંજાના છોડ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ પ્રકરણ સંદર્ભે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપી પુંજાભા સુમણીયાની અટકાયત કરી હતી. ઉપરોક્ત મુદ્દામાલની કિંમત રૂપિયા 21,570 આંકવામાં આવી છે. આ પ્રકરણમાં આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. સી.એલ. દેસાઈ ચલાવી રહ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દ્વારકાના પી.આઈ. કે.બી. યાજ્ઞિક, એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular