Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆચારસંહિતા બાદ નાણાં વિભાગના અધિકારીઓની બદલીથી વિવાદ

આચારસંહિતા બાદ નાણાં વિભાગના અધિકારીઓની બદલીથી વિવાદ

- Advertisement -

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સતાવાર જાહેરા થઇ ગયા બાદ રાજયમાં નાણાં વિભાગમાં અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર કરવામાં આવતાં વિવાદ જાગ્યો છે.

- Advertisement -

આ બદલી સામે પ્રશ્ર્ન ઉઠયા છે. 3 નવેમ્બરે ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઇ ગઇ હોવા છતાં 4 નવેમ્બરે સરકાર દ્વારા નાણાં વિભાગના 7 અધિકારીઓની બદલી અને બઢતીના હુકમ કરવામાં આવ્યા છે. નાણાં વિભાગના નાયબ સચિવ સપના રાણાએ ઓર્ડર કરતાં વિવાદ ઉભો થયો છે. સામાન્ય રીતે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચાર સંહિતા લાગુ થઇ જાય છે. ત્યારે કોઇપણ બદલી કે બઢતી કરી શકાતી નથી. ખાસ કિસ્સામાં ચૂંટણીની પંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે. ત્યારે ગુજરાતમાં બદલીના ઓર્ડર કરનાર અધિકારી સામે આચારસંહિતા ભંગ અંગે પગલાં લેવાશે કે કેમ ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular