ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-2022 માં લેવાયેલ એમ.ફાર્મ અભ્યાસક્રમના પ્રથમ અને અંતિમ વર્ષની પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. એમ.ફાર્મ પ્રથમ વર્ષ તથા અંતિમ વર્ષનું 100 ટકા પરિણામ આવેલ છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ 2022 માં લેવાયેલ ડી.ફાર્મ અભ્યાસ ક્રમના પ્રથમ વર્ષ જૂના તથા નવા અભ્યાસ ક્રમ, ડી.ફાર્મના અંતિમ વર્ષના નવા અભ્યાસક્રમ તથા બી.ફાર્મ, પ્રથમ, દ્વિતિય અને તૃતિય વર્ષનું પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ડી.ફાર્મ પ્રથમ વર્ષ જૂના અભ્યાસક્રમનું 100 ટકા તથા નવા અભ્યાસક્રમનું 39.29 ટકા પરિણામ તથા ડી.ફાર્મ અંતિમ વર્ષનું પરિણામ 56 ટકા આવ્યું છે તથા બી.ફાર્મના પ્રથમ વર્ષનું પરિણામ 66.97 ટકા, દ્વિતિય વર્ષનું પરિણામ 27.08 ટકા તથા તૃતિય વર્ષનું પરિણામ 55.26 ટકા આવેલ છે.