Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલાલપુર પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

લાલપુર પોલીસ સ્ટેશનના એનડીપીએસ એકટના ગુનામાં ફરાર આરોપીને જામનગર એસઓજીએ મેઘનુ ગામના પાટીયા પાસેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસ એકટના ગુનામાં નાસતો ફરતો આરોપી પિન્ટુ શિવકુમાર શાહ હાલ મેઘનુ ગામના પાટીયા પાસે ઉભો હોવાની એસઓજીના હેકો અરજણભાઈ કોડિયાતર, રાજેશભાઈ મકવાણા, હર્ષદભાઈ ડોરીયા તથા સોયબભાઈ મકવાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજીના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મેઘનુ ગામના પાટીયા પાસેથી પિન્ટુ શિવકુમાર શાહ નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે લાલપુર પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular