જામજોધપુર ગામમાં આવેલા ભગવતીપરા ગરબી ચોકમાં રહેતી મહિલા ઉપર તેણીના પતિએ બોલાચાલી કરી અપશબ્દો બોલી પતાવી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં ભગવતી પરા વિસ્તારમાં આવેલા ગરબી ચોકમાં રહેતાં મધુબેન ઉર્ફે માનશીબેન ભારાઇ (ઉ.વ.30) નામની મહિલા સાથે બુધવારે સવારના સમયે તેણીના જ પતિ રાકેશ ઉર્ફે ઘેલો કમલેશ ભારાઈ અને જ્યોતિબેન કાના વાઢેર નામના બન્ને શખ્સોએ એકસંપ કરી ખોટી રીતે બોલાચાલી કરી અપશબ્દો કહી પતાવી દેવાની ધમકી આપી હતી. મહિલાને પતિ દ્વારા અપાયેલી ધમકીની જાણ કરતા હેકો આર.એચ.કરમુર તથા સ્ટાફે રાકેશ અને જયોતિબેન નામના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.