Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકડક સિકયોરિટી વચ્ચે જી. જી. હોસ્પિટલના ઈએનટી વોર્ડમાંથી દર્દીના સામાનની ચોરી

કડક સિકયોરિટી વચ્ચે જી. જી. હોસ્પિટલના ઈએનટી વોર્ડમાંથી દર્દીના સામાનની ચોરી

- Advertisement -

જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાં આવેલા ઈએમટી વોર્ડમાં સારવાર લઇ રહેલા મહિલા દર્દી સહિતના ત્રણ વ્યક્તિઓના રૂા.25 હજારની કિંમતના ત્રણ મોબાઇલ અજાણ્યા તસ્કર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

સૌરાષ્ટ્રી સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં દરરોજ અસંખ્ય દર્દીઓ બહારગામથી સારવાર માટે આવતા હોય છે અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવે છે. જો કે હોસ્પિટલમાં સિકયોરિટીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પરંતુ ઘણી વખત નાની મોટી ઘટનાઓ અને ચોરીના બનાવો બનતા રહે છે. દરમિયાન મૂળ દાહોદના ગલાલીયાવાડના વતની હાલ રણજીતનગર વિસ્તારમાં રહેતાં સ્કુલ સંચાલક ઉમેશભાઈ બારીયા નામના યુવાનના સાસુ સારવાર માટે જામનગર આવ્યા હતાં અને તેમને જી. જી. હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા ઇ.એમ.ટી. વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની સારવાર દરમિયાન મંગળવારે રાત્રિના સમયે સ્કુલ સંચાલક ઉમેશભાઈના સાસુ તથા સાળી અને વિજયભાઈ નામના ત્રણ વ્યક્તિઓના મોબાઇલ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો.

જી. જી. હોસ્પિટલના ઈ.એમ.ટી. વોર્ડમાંથી એક સાથે રૂા.25 હજારની કિંમતના ત્રણ-ત્રણ મોબાઇલ ફોનની ચોરીની ઘટનાએ સિકયોરિટી સામે પ્રશ્ર્નો ઉભા કરી દીધા છે અને આ અંગેની જાણ કરાતા એએસઆઈ એચ.એમ. ચાવડા તથા સ્ટાફે સ્કૂલ સંચાલકની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular