ગુજરાત સરકાર દ્વારા હોમગાર્ડ જવાનોના દૈનિક ફરજના ભથ્થામાં રૂા. 150નો વધારો કરવામાં આવ્યો છે. હાલ હોમગાર્ડ જવાનને દૈનિક ભથ્થુ રૂા. 304 આપવામાં આવતું હતું. જે હવેથી રૂા. 454 આપવામાં આવશે.
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કમાન્ડન્ટ અને સ્ટાફ ઓફિસર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સેવા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાતના હોમગાર્ડ જવાનોની લાગણીઓને ધ્યાનમાં રાખી તેઓના દૈનિક ફરજ ભથ્થામાં રૂા. 150નો વધારો કરવામાં આવ્યો છે. હાલ હોમગાર્ડ જવાનોને રૂા. 304 દૈનિક ભથ્થુ આપવામાં આવતું હતું જે હવેથી રૂા. 454 આપવામાં આવશે. રાજ્ય સરકારની આ જાહેરાતથી હોમગાર્ડ જવાનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ એસ.જે. ભીંડી અને લીગલ ઓફિસર ગિરીશ સરવૈયાએ જામનગર જિલ્લા વતી સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. ગાંધીનગર ખાતે આયોજિત સન્માન કાર્યક્રમમાં જામનગર જિલ્લા હોમગાર્ડના સ્ટાફ ઓફિસર લીગલ અને સીટી-બી પ્લાટુન કમાન્ડર કે.બી. જેઠવા તથા ધ્રોલ યુનિટના ઓફિસર કમાન્ડીંગ જે.કે. પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.