Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : ગુરૂનાનકદેવની જન્મ જયંતિ અંતર્ગત પ્રભાતફેરી યોજાઇ

Video : ગુરૂનાનકદેવની જન્મ જયંતિ અંતર્ગત પ્રભાતફેરી યોજાઇ

ગોલ્ડન ટેમ્પલ અમૃતસરથી બલવિંદરસિંઘ હજુરી રાગી શ્રી દરબારસાહેબ ગુરૂનાનક જયંતિ ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

- Advertisement -

જામનગરમાં ગુરૂનાનકદેવની 553મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજરોજ જામનગર શહેરમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના ગુરૂદ્વારા ખાતેથી સવારે 6 વાગ્યે પ્રભાતફેરીનો પ્રારંભ થયો હતો. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી ગુરૂદ્વારા ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -

જામનગર શહેરમાં ગુરુદ્વારા શ્રી ગુરૂસિંઘ સભામાં ગુરુનાનક દેવજીની 553મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરુપે ગુરુદ્વારામાં સેહજ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો છે. જેનો તા 8 નવેમ્બરના દિવસે સવારે 10 વાગ્યે પાઠ સાહેબની પુર્ણાહુતી થશે, ભાઈ બલવિંદરસિંઘ હજુરી રાગી શ્રી દરબારસાહેબ ગોલ્ડન ટેમ્પલ અમૃતસર પંજાબથી જામનગર આવી રહ્યા છે. કીર્તન સમાગમમાં હાજરી આપશે. ત્યારબાદ શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 1 વાગ્યે ગુરૂકા લંગર પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular