Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં દિવસને દિવસે વકરતો જતો ડેન્ગ્યૂ

જામનગર શહેરમાં દિવસને દિવસે વકરતો જતો ડેન્ગ્યૂ

આરોગ્ય શાખા દ્વારા કરાયેલા સર્વેમાં 129 તાવના કેસ મળ્યા : તંત્ર દ્વારા સ્વચ્છતા રાખવા અપીલ

- Advertisement -

શિયાળાની શરૂઆત થાય તે પહેલાંના સમયગાળા દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યૂ વકરતો જાય છે અને દરવર્ષે ડેન્ગ્યૂનો કહેર અવિરત રહે છે. આ રોગચાળામાં વર્ષ 2019 માં જામનગરમાં સૌથી વધુ મોત નિપજ્યાં હતાં. જો કે, તંત્રએ ડેન્ગ્યૂનો રોગચાળો અટકાવવા માટે કામગીરી શરૂ કરી છે પરંતુ, રોગચાળો ઘટવાને બદલે વધતો જાય છે.

- Advertisement -

જામનગર શહેર ડેન્ગ્યુનાં કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આ રોગચાળામાં વર્ષ 2019 માં સૌથી વધુ મોત જામનગરમાં થયા હતાં. ત્યારબાદ દર વર્ષે ડેન્ગ્યૂના કેસો વધી રહ્યા છે. આ રોગચાળો અટકાવવા માટે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લોકોનાં ઘરે ઘરે જઈ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરીને વધુને વધુ સઘન બનાવવામાં આવી રહેલ છે. જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી ચાલુ છે જેમાં અઠવાડિક ધોરણે સરેરાશ 228116 જેટલી વસ્તી અને 52866 જેટલા ઘરોને આ સર્વે હેઠળ આવરી લેવામાં આવેલ છે આ ઘરોમાંથી 312356 જેટલા પાત્રો ચકાસવામાં આવેલ તેમજ 35000 જેટલા પાત્રોમાં એબેટ નાખવાની કામગીરી કરવામાં આવેલ છે. આ સર્વે દરમ્યાન વિસ્તારમાંથી 129 તાવના કેસ મળેલા જેને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. આ રોગચાળો નિયંત્રણમાં રહે તે હેતુથી શહેરીજનોને વાહકજન્ય રોગચાળા અંગે જાગૃત થવા અને આરોગ્ય શાખા દ્વારા નિર્દેશિત પગલાં લઇ, વાહકજન્ય રોગચાળો નિયંત્રણમાં રહે તેવા પ્રયાસો કરવા જણાવવામાં આવે છે. જેના ભાગરૂપે આપના ઘરે આવતા આરોગ્ય કર્મચારીઓને સહકાર આપવા વિંનતી છે. આ રોગચાળોને નિયંત્રણમાં રાખવા માટે શહેરીજનોનો સાથ સહકાર અતિ આવશ્યક છે.

હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમ્યાન શહેરીજનોમાં વાહકજન્ય રોગ અટકાયત સંબંધિત જાગૃતિ આવે તે માટે દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વિઝીટ દરમ્યાન પત્રિકા વિતરણ કરવામાં આવી રહેલ છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયાનાં પોઝીટીવ કેસમાં જાણ થયે તુરંત જ ગાઈડલાઈન મુજબની રોગનિયંત્રણ કામગીરી કરાવવામાં આવી રહેલ છે. પોઝીટીવ કેસના વિસ્તારમાં સઘન સર્વેલન્સ દ્વારા તાવના કેસ શોધી કાઢવા, પાણીનાં પાત્રોની ચકાસણી કરી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે, નાગરિકો દ્વારા મચ્છર નિયંત્રણનાં પગલાં યોગ્ય રીતે લેવાય તે બાબતે સમજણ આપવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular