કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચાર દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં અમિત શાહ સાંજે 7 વાગ્યે ગુજરાત આવશે. તેમાં મોરબી દુર્ઘટનાના પીડિતોની મુલાકાત લેશે. તેમજ 5 દ્વિસ ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે. અને ઉમેદવારોના મંથનમાં અમિત શાહ હાજર રહેશે.
ઉલ્લેખનિય છે કે ગૃહમંત્રી અમિત શાહ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમાં આજે સાંજે 7 વાગે ગુજરાત પહોંચશે. અને મોરબીના પીડિતોની મુલાકાત લેશે. તથા આવતીકાલથી 5 દિવસ ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે કારણ કે આવતીકાલ બીજેપીની સંકલન બેઠક મળવાની છે. બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ મોટા ગજાના નેતાઓ હાજર રહેશે.
બીજેપીને સેન્સ પ્રક્રિયામાં 4340 બાયોડેટા મળ્યા છે. તેમાં 2017 ચૂંટણી કરતા 1100 બાયોડેટા વધારે મળ્યા છે. જેમાં સૌથી વધારે બાયોડેટા ઉત્તર ગુજરાતમાં 1490 સાથે સૌરાષ્ટ્રમાં 1165 બાયોડેટા મળ્યા છે.
બાયોડેટા પૈકી મહત્વના નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલાશે મધ્ય ગુજરાતમાં 962 બાયોડેટા મળ્યા છે. તેમજ સૌથી ઓછા 725 બાયોડેટા દક્ષિણ ગુજરાતમાંથી આવ્યા છે. જેમાં સંકલન બેઠકમાં બીજેપીને મળેલા તમામ બાયોડેટાની મંથન થશે. તથા મળેલા બાયોડેટા પૈકી મહત્વના નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલશે.