Monday, December 8, 2025
Homeરાજ્યગુજરાતસોશિયલ મીડિયામાં રાઘવજી પટેલને ઓધવજી પટેલ બનાવી દેવાયા

સોશિયલ મીડિયામાં રાઘવજી પટેલને ઓધવજી પટેલ બનાવી દેવાયા

સોશિયલ મીડિયા કયારેક આશીર્વાદ તો કયારેક અભિશાપરૂપ બની જતું હોય છે. ગઇકાલે સોશિયલ મીડિયામાં મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર એવા ઓરેવા ગુ્રપના ઓધવજી પટેલની જગ્યાએ પ્રધાનમંત્રી મોદી સાથેનો રાઘવજી પટેલનો ફોટો ખૂબ વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને ઓધવજી પટેલ દર્શાવી દેવામાં આવતાં કૃષિમંત્રી ભારે ઓકવર્ડ સ્થિતિમાં આવી ગયા હતા. મોદી સાથે રાઘવજી પટેલને ફોટા સાથે સોશિયલ મીડિયામાં ધડાધડ કોમેન્ટો કરવામાં આવી હતી. જેમાં કેટલાકે તેને 135 લોકોના મોત માટે જવાબદાર તો કેટલાકે પુલના ઠેકેદાર, તો કેટલાક લોકોએ ભ્રષ્ટાચારી ગણાવી દીધા હતા. વાસ્તવમાં જાણકારીના અભાવે ઓધવજી પટેલના બદલે રાઘવજી પટેલનો ફોટો વાયરલ થઇ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular