સમગ્ર રાજ્યના વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનની દિશા બદલાઈ છે જેની અસર રાજ્યના તાપમાન પર પડી રહી છે. ગઈકાલ રાતથી જામનગર સહિત રાજ્યના ઘણાં શહેરોમાં ઠંડીનો ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે.
પવનની દિશા બદલાઈ રહી છે. રાજ્યમાં ઉત્તરના ઠંડા પવનનું જોર વધતું જોવા મળે છે. જેથી આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેવું લાગી રહ્યું છે. હાલ જામનગરમાં મહત્તમ તાપમાન 34.0 છે. જ્યારે ન્યુનતમ તાપમાન 18.4 છે. જે આવનારા 2-3 દિવસો દરમિયાન વઘુ ઘટી શકે તેવી સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ તેમજ હિમાલયના બર્ફીલા ઠંડા પવનની અસરથી રાજ્યમાં ન્યુનતમ તાપમાન 15 થી 16 થવાની શકયતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહી છે. હાલ શહેરમાં ભેજનું પ્રમાણ 36 થી 70 ટકા સુધીનું જણાય છે. જ્યારે પવનની ગતિ 0 થી 5 કિ.મી. પ્રતિ કલાક છે. આવનારા દિવસોમાં રાજ્યમાં બર્ફીલા ઠંડા પવનનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.