જામનગર શહેરમાં બેડી ઈદ મસ્જિદ રોડ પરના વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરમાં બેડી ઈદ મસ્જિદ રોડ પરના વિસ્તારમાં રહેતાં કમરરજા ઉર્ફે આસીફ શબીર પઠાણ (ઉ.વ.22) નામના શ્રમિક યુવકે રવિવારે રાત્રિના સમયે તેના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ નઝીર દ્વારા જાણ કરાતા હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.