જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતાં વૃધ્ધ મકાન બનાવતા હોય જેના કારણે રસ્તામાંથી ગાડી નિકળી શકે તેમ ન હોવાનો ખાર રાખી બે શખ્સોએ વૃધ્ધ ઉપર લાકડાના ધોકા વડે માર મારી છરી બતાવી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતાં અને ખેતી કરતા સુરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા રાજગરપામા તેનું મકાન બનાવતા હતાં અને આ મકાન બનવાથી કુલદિપસિંહની ગાડી નિકળી શકે તેમ ન હોવાનો ખાર રાખી સોમવારે સવારના સમયે ધ્રાફા ગામની સીમમાં કુલદિપસિંહ દશરથસિંહ જાડેજા, વિશ્ર્વરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા નામના બે શખ્સોએ સુરેન્દ્રસિંહને આંતરીને લાકડાના ધોકા વડે માર મારી પગમાં તથા હાથમાં ઈજાઓ પહોંચાડી હતી તેમજ છરી બતાવી પતાવી દેવાની ધમકી પણ આપી હતી હુમલો અને ધમકીના બનાવમાં સુરેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો એસ.એન.વાળા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


