દ્વારકા તાલુકાના બરડીયા ગામની સીમમાં રહેતા નકીયાભા કારાભા બઠીયા નામના 46 વર્ષના શખ્સને એલસીબી પોલીસે વરલી મટકાનો જુગાર રમતા કુલ રૂપિયા 8,330 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અન્ય એક કાર્યવાહીમાં એલસીબી પોલીસે શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા દીપક ઉર્ફે મામા નાથાલાલ મોદીને વર્લી મટકા વડે પૈસાની હારજીત કરતા ઝડપી લઇ, કુલ રૂપિયા 11,710 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


