જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની અધ્યક્ષતામાં આગામી સોમવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે યોજાનાર કાર્યક્રમ અન્વયે ખાસ બેઠક યોજાઇ હતી.
સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી ના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ના અધિકારીઓ દ્વારા “રાષ્ટ્રીય એક્તા દિવસ ના શપથ” લેવામા આવ્યા હતા. આ તકે જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવા, શાખાધિકારીઓ , નાયબ ઇજનેરઓ , કર્મચારીગણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે શપથ ગ્રહણ કર્યા હતા.