Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવંદે ભારત ટ્રેન સાથે વધુ એક વખત ઢોર અથડાયા

વંદે ભારત ટ્રેન સાથે વધુ એક વખત ઢોર અથડાયા

- Advertisement -

વડા પ્રધાને થોડા સમય પહેલા જ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી ત્યારબાદ પાટા પર દોડતી થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે વલસાડના અતુલ નજીક ત્રીજી વખત વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકશાન થયું છે. વલસાડના અતુલ નજીક આ ઘટના બની હતી. વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી જેથી ટ્રેનને મોટું નુકસાન પહોંચ્યું છે. ટ્રેનને અકસ્માત નડતા જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. અકસ્માતમાં વંદેભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો છે. તો ટ્રેનના એન્જિન નજીક નીચે ભાગમાં પણ નુકસાની થઈ છે. વંદે ભારત ટ્રેનને આ ત્રીજો અકસ્માત નડ્યો છે. આ અગાઉ ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular