છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં વિજય હાંસલ કરી નવો ઈતિહાસ રચ્યો છે. ક્ધઝર્વેટિવ પક્ષ દ્વારા સુનકને સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવતા તેઓ બ્રિટનના વડાપ્રધાન પદે બિરાજનાર સૌ પ્રથમ હિન્દુ અને અશ્વેત વ્યક્તિ બની ગયા છે. 42 વર્ષીય સુનક 200 વર્ષના બ્રિટિશ ઈતિહાસમાં સૌથી યુવા વયના વડાપ્રધાન બન્યા છે.