જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતા મહિલાની દુકાને જઈ નામચીન શખ્સે ખાનામાં રહેલી 3700 ની રોકડ ઝૂટવી લઇ પોલીસ ફરિયાદ કરીશ તો પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ (ઘેડ) મિલન સોસાયટીમાં રહેતા મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા નામના મહિલા ગુરૂવારે સવારના સમયે તેની દુકાને હાજર હતાં ત્યારે તે જ વિસ્તારમાં રહેતો લખન ચાવડા નામનો શખ્સ છેલ્લાં એક મહિનાથી ઉધાર મસાલા લઇ જતો હતો અને આ મસાલાના બે હજાર રૂપિયા બાકી હતાં દરમિયાન ગુરૂવારે લખન પાસે બાકી રહેતા પૈસાની મહિલા દ્વારા ઉઘરાણી કરાતા લખને ઉશ્કેરાઈને મહિલાને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી દુકાનના ગલ્લામાં રહેલા રૂા.3700 ઝૂટવી લીધા હતાં અને પોલીસ ફરિયાદ કરશી તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે લખન ચાવડા સામે લૂંટ અને ધમકીનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.